અંકલેશ્વર: અવસર એન્ટરપ્રાઇઝમાંથી ડ્રગ્સ ઝડપાવા મામલે 4 આરોપીનો GIDC પોલીસે કબ્જો મેળવ્યો

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રેડ કરી હતી.કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું..

New Update
  • અંકલેશ્વરમાંથી ઝડપાયું હતું ડ્રગ્સ

  • અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાં ડ્રગસ બનવાતું હતું

  • સુરત અને ભરૂચ પોલીસે હાથ ધર્યું હતું ઓપરેશન

  • 4 આરોપીની સુરત પોલીસે કરી હતી ધરપકડ

  • જીઆઇડીસી પોલીસે આરોપીઓનો કબ્જો મેળવ્યો

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝ કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં જીઆઇડીસી પોલીસે ચાર આરોપીઓનો સુરત પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે
સુરત પોલીસ દ્વારા ખેપિયાઓ અંકલેશ્વરથી સ્કોડા કાર નંબર GJ 16 DK 3299માં ડ્રગ્સનો જથ્થો લઈને સુરત જઈ રહ્યા હતા ત્યારે વેલંજા નજીક કારને ઝડપી પાડવામાં આવી હતી. આ કારમાંથી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ અને વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 2100 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કબજો કરી કાયદેસરની કાર્યવાહી ધરી હતી.
પૂછપરછમાં એમડી ડ્રગ્સ અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં સંચાલક અને કેમિસ્ટ તરીકે કામ કરતા વિશાલ પટેલે વેચવા આપ્યું હોવાની કબૂલાત કરતા ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથે સુરત પોલીસે અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં રેડ કરી હતી.કંપનીમાં સર્ચ દરમિયાન ૧૪૧ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું..
જયારે 400 કિલો ઉપરાંત શંકાસ્પદ એમડી ડ્રગનું રો મટીરીયલ મળ્યું હતું જે સીઝ કરી તપાસ માટે ગાંધીનગર એફએસએલ મોકલવામાં આવ્યુ હતું. આ મામલામાં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે આરોપી મોન્ટુ પટેલ, વિરાટ પટેલ,વિપુલ પટેલ અને પલક પટેલનો સુરત પોલીસ પાસે ટ્રાન્સફર વોરન્ટના આધારે કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Read the Next Article

GSEB દ્વારા લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે, (18 જુલાઈ, 2025)ના રોજ જાહેર કરવામાં આવ્યું છે

New Update
Untitled

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જૂન-જુલાઈ 2025 દરમિયાન લેવાયેલી ધોરણ 10 (SSC)ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે, (18 જુલાઈ, 2025)ના રોજ જાહેર કરવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ gseb.org વેબસાઇટ અને વોટ્સએપ દ્વારા પોતાનું પરિણામ ચકાસી શકશે. 

અગાઉ માર્ચ મહિનામાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં નપાસ થયા હતા, તેમનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે હેતુસર આ પૂરક પરીક્ષાનું આયોજન 23 જૂન, 2025થી 3 જુલાઈ, 2025 દરમિયાન કરવામાં આવ્યું હતું.

પરિણામ જાહેર થયા બાદ, વિદ્યાર્થીઓ તેમના રોલ નંબરનો ઉપયોગ કરીને ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર લોગિન કરીને પોતાનું રિઝલ્ટ જોઈ શકશે અને માર્કશીટ પણ ડાઉનલોડ કરી શકશે. આ ઉપરાંત, વોટ્સએપ દ્વારા પણ પરિણામ મેળવી શકાશે.