New Update
-
અંકલેશ્વરમાં હાથ ધરાય કામગીરી
-
માર્ગના નવીનીકરણની કામગીરી
-
મુખ્ય માર્ગને અડીને આવેલ ધાર્મિક સ્થાનો હટાવાયા
-
ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
-
કોઈ અનિરછનીય બનાવ ન નોંધાયો
અંકલેશ્વરમાં મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ માર્ગના નવીનીકરણની કામગીરીમાં અડચણરૂપ ચાર ધાર્મિક સ્થાનકો હટાવવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવવા ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો
અંકલેશ્વરમાં મુખ્યમાર્ગને નડતરરૂપ ૪ ધાર્મિક સ્થળ હટાવાયા છે. અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા હતા. આ સ્થળોમાં સુરવાડી બ્રિજથી ચૌટાનાકાને જોડતા રોડ પર આવેલ ત્રણ કબર તેમજ સારંગપુરના મીરાનગરમાં આવેલ એક મંદિર હટાવવામાં આવ્યુ હતું.
ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.શાંતિપૂર્ણ માહોલમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. મીરાનગર ખાતેથી હટાવવામાં આવેલ રામદેવપીરના મંદિરની મૂર્તિઓનું અન્ય મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યું હતું.
Latest Stories