New Update
અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ
કારમાંથી રૂ.10 લાખની ચોરી
બાઈક સવાર 3 ઈસમો ચોરી કરી ફરાર
અકસ્માત થયો હોવાનું જણાવી ચોરી કરાય
જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વર જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા દસ લાખ ભરેલ બેગની ચોરી થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જલદર્શન સોસાયટીમાં રહેતા અને કોસમડીની સરગમ રેસીડેન્સી સ્થિત શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ધવલ ભટ્ટ ગતરોજ અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સિલ્વર પ્લાઝા સ્થિત આર. કે.આંગણીયા પેઢીમાંથી રૂપિયા 10 લાખ લઈને તેમની કાર નંબર GJ 16 BK 5012
માં શક્તિ એન્ટરપ્રાઇઝ તેમની ઓફિસે જવા નીકળ્યા હતા.આ દરમિયાન જીઆઇડીસી ઓફિસના ગેટ નજીક બાઇક સવાર 3 ઈસમોએ તેમની કાર પાસે આવી અકસ્માત થયો હોવાનું જણાવી તેઓ સાથે માથાકૂટ કરી હતી.આ દરમિયાન અજાણ્યા ઈસમો એકાઉન્ટની નજર ચૂકવી કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં મુકેલ રૂપિયા 10 લાખ ભરેલ બેગની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.આ અંગે એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories