New Update
/connect-gujarat/media/media_files/2025/11/16/ardss-2025-11-16-08-41-50.png)
એ ડિવિઝન પોલીસે સાદી કેદની સજા પામેલ ફરાર આરોપીની કરી ધરપકડ
ભરૂચ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ તથા અન્ય કોર્ટમાં ફેમીલી ડીસપ્યુટના કેસ ચાલતા હોય જે કેસોમાં ફરાર આરોપી દિપડભાઈ ભરતભાઈ પટેલ ઉ.વ. ૩૬ રહે, દલુ ફળીયું, જુના બોરભાઠા બેટએ કોર્ટમાં હાજર રહેવું ન પડે તે માટે અરોપી એક વર્ષ અગાઉ પોતાનું બાઈક નર્મદા મૈયા બ્રિજ પર મૂકી, સુસાઈડ નોટ લખી પોતાની જાતને છુપાવવા તરકટ કરી ઘરેથી નાસી ગયો હતો જે અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.દ૨મ્યાન નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ જજની ફેમિલી કોર્ટ દ્વારા આરોપીને 330 દિવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. જેથી પો પોતાની ઓળખ છુપાવી પોલીસ પકડથી નાસતો ફરતો હોય આરોપીને ટેક્નિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્રારાઆરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને સબજેલના હવાલે કરવામાં આવ્યો છે.
Latest Stories