New Update
/connect-gujarat/media/media_files/2026/02/07/srt-thug-2026-02-07-11-29-51.jpg)
અમેરિકાની પ્લેન ટીકીટ અને હોટલ બુકીંગના નામે રૂ.3.89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજની સુરતથી પોલીસે કરી ધરપકડ
આજથી એક વર્ષ પહેલા અંકલેશ્વર શહેરના એક ફરિયાદીએ બોમ્બેથી યુ.એસ. અને યુ.એસ.થી બોમ્બે રિટર્ન ટીકીટ તેમજ યુ.એસ. માં હોટલ બુકિંગ માટે ઓનલાઈન ગુગલ પર સર્ચ કરી બાલાજી હોલીડેઝ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ટીકીટ એજન્સીની વેબસાઇટ પર કલીક કરી તેના ઉપર ફોન કરતા એક અજાણ્યા ઇસમ સાથે વાત કરી હતી જે ઈસમે પોતાની ઓળખ બાલાજી હોલીડેઝ નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ટીકીટ એજન્સીના ઓનર તરીકે આપી ટિકિટ બુકિંગ કરવા માટે ગુગલ પે થી નાણા ટ્રાન્સ્કર કરવા જણાવતા ફરિયાદીએ નાણા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ ફરીયાદીને ટિકિટ ન મળતાં સુરત જઈ તપાસ કરતા બાલાજી હોલીડેઝ નામની કોઈ ઓફીસ મળી આવી ન હતી અને ફરિયાદી સાથે અલગ-અલગ ગુગલ પે થી કુલ રૂ. ૩,૮૯,૦૦૦ મેળવી છેતરપીંડી થયાનું બહાર આવ્યુ હતું.
જે અંગેનો ગુનો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો હતો.આ ગુનાનો આરોપી અશ્વિન નાકરાણી રહે, મકાન નં.33, ભક્તિનંદન સોસાયટી, સેક્ટર 2, મોટા વરાછા, સુરત છેલ્લા 1 વર્ષથી ફરાર હતો ત્યારે પોલીસે ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી વિરુદ્ધ સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ છેતરપિંડી અંગેના ગુના નોંધાયા છે.
Latest Stories