-
અંકલેશ્વરના ઉછાલી ગામનો બનાવ
-
ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો
-
ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો
-
વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું પાંજરૂ
-
4 દિવસ અગાઉ ખરોડ ગામે દીપડો પાંજરે પુરાયો હતો
ભરૂચના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં વન્યજીવોની હાજરી નોંધાયા બાદ હવે અંકલેશ્વરના શહેરી વિસ્તાર નજીક પણ વન્યજીવો આવી ચઢતા હોય છે ત્યારે અંકલેશ્વર નજીકના ઉછાલી ગામે દીપડો નજરે પડતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો.દિપડો દેખાતા આ અંગે ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે વન વિભાગ દ્વારા ગામની સીમમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.આ પાંજરામાં દિપડો આજે સવારના સમયે આબાદ કેદ થયો હતો.
દીપડો પાંજરે પુરાયો હોવાની વાત ફેલાતા તેને જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. તો આ તરફ વન વિભાગના અધિકારીઓએ પણ આવી પહોંચી દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ચાર દિવસ પૂર્વે પણ અંકલેશ્વરના જ ખરોડ ગામે દિપડો પાંજરે પુરાયો હતો ત્યારે વન્યજીવોનું જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર તરફ પ્રયાણ ચિંતાનું કારણ બન્યો છે