અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે મળી બેઠક
ચોરી અને ચિલઝડપના બનાવો અટકાવવા કવાયત
વિવિધ બેંકના મેનેજરો રહ્યા હાજર
તકેદારી રાખવા પોલીસ દ્વારા સૂચના અપાય
તહેવારોના સમયમાં વધતા હોય છે નાંણાકીય વ્યવહાર
આગામી સમયમાં નવરાત્રિ અને દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે બેંકમાં નાણાકીય વ્યવહારો વધતા હોય છે. મોટી સંખ્યામાં લોકો ટ્રાન્જેક્શન કરતા હોય છે ત્યારે ચોરી અને ચીલઝડપના બનાવો પણ બને છે. આવા બનાવો બનતા અટકાવવા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં બેંકના અધિકારીઓની બેઠક મળી હતી જેમાં તહેવારો દરમિયાન ભીડભાડ સમયે રાખવાની તકેદારી અંગે બેંકના કર્મચારીઓ અને સત્તાધીશોને સૂચના આપવામાં આવી હતી. કોઈ શંકાસ્પદ હિલચાલ જણાય તો તરત જ પોલીસનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ બેંકના મેનેજર તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પોલીસે વિવિધ જ્વેલરી શોપના માલિકો સાથે પણ બેઠક કરી હતી અને જ્વેલરી શોપમાં સીસીટીવી લગાવવા સૂચના આપી હતી