અંકલેશ્વર: સંજાલી ગામે દોઢ વર્ષનો બાળક ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક  ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.

New Update
Advertisment
  • અંકલેશ્વરના સંજાલીમાં દોઢ વર્ષીય બાળકનું કરાયું રેસ્ક્યુ

  • બિલ્ડિંગના ચોથા મળે બાળક ઘરમાં થઈ ગયું હતું લોક

  • પાનોલી ફાયર બ્રિગેડ દ્વારા બાળકનું કરાયું રેસ્ક્યુ 

  • રેસ્ક્યુ ટીમે તેરસ પરથી ઉતરીને બારીમાંથી ઘરમાં કર્યો પ્રવેશ 

  • ફાયર બ્રિગેડના જવાનોએ બાળકને હેમખેમ કાઢ્યો બહાર 

Advertisment
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે દોઢ વર્ષનું બાળક  ઘરમાં લોક થઈ જતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને હેમખેમ બહાર કાઢ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના નેશનલ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા પરિવારનો એક દોઢ વર્ષીય બાળક ઘરમાં અંદરથી લોક થઈ ગયો હતો.અને  ઘરમાં રડતા બાળકને હવે હેમખેમ બહાર કાઢવો પણ પરિવાર માટે પડકાર જનક બની ગયું હતું,જોકે આ અંગેની જાણ પાનોલી ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ બિલ્ડીંગના ટેરેસ પરથી મકાનની ગેલેરીમાં ઉતરીને સફળતા પૂર્વક બારીમાંથી ઘરમાં પ્રવેશ કરીને બાળકનું રેસ્ક્યુ કર્યું હતું.
ઘરના દરવાજા પાસેથી બાળક દૂર ન ખસતા દરવાજો તોડવામાં આવે તો બાળકને ઇજા પહોંચવાનો ભય હતો,તેથી ફાયર બ્રિગેડના જવાનોએ ઘરની બારીમાંથી બાળકનું રેસ્ક્યુ કર્યું હતું,અને બાળકને હેમખેમ ઘરમાંથી બહાર કાઢવામાં આવતા ફાયર બ્રિગેડની કામગીરીની સૌ કોઈએ પ્રસંશા કરી હતી.   
Latest Stories