અંકલેશ્વર-વાલિયા રોડ પર કરવામાં આવ્યું આયોજન
રેવા ને તાલે દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું આયોજન
ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજકોએ પત્રકાર પરિષદ યોજી
આયોજકો દ્વારા પત્રકાર મિત્રોને વિસ્તૃત માહિતી અપાય
સુંદર થીમ અને વ્યવસ્થાથી સજ્જ ભવ્ય નવરાત્રિ યોજાશે
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ પર રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ અંગે વિસ્તૃત માહિતી આપવા હેતુસર આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજાય હતી.
માઁ જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ આસો નવરાત્રિનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વાલિયા રોડ પર એપલ પ્લાઝા નજીક આવેલ અવસર પાર્ટી પ્લોટ ખાતે રેવા ને તાલે ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ-2025નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સુંદર થીમ અને ખૂબ વ્યવસ્થાઓથી સજ્જ ભવ્ય ગરબાના આયોજનમાં જાણીતા કલાકાર વિશાલ શેઠ, રાઘવ અને મુદ્રા દ્વારા ગરબા રજૂ કરવામાં આવશે, જ્યાં ખેલૈયાઓ મન મુકીને ગરબે ઘૂમશે. રેવાના તાલે ગરબા આયોજકો દ્વારા ભવ્ય ડેકોરેશન અને ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે આજરોજ ગરબા ગ્રાઉન્ડ ખાતે પત્રકાર પરિષદ યોજાય હતી. જેમાં પાર્કિંગ, સિક્યુરિટી સહિતની સુવિધાઓ તેમજ સમગ્ર આયોજન અંગે આયોજકોએ વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે જ અંકલેશ્વરની ગરબા પ્રેમી જનતાને રેવાના તાલે નવરાત્રી મહોત્સવમાં સહભાગી થવા પણ વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.