New Update
/connect-gujarat/media/media_files/2025/10/30/bijkesss-2025-10-30-10-38-44.jpg)
અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી.
વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે ત્યારે અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં એક અજુકતો બનાવ બન્યો હતો જેમાં પાર્ક કરેલ બાઈકમાં સાપ ઘૂસી ગયો હતો.આ અંગે બાઈક ચાલક દ્વારા જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓએ બાઈકનો આગળનો ભાગ ખોલી સાપને બહાર કાઢ્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા.
Latest Stories