અંકલેશ્વર: પાનોલી નજીક મચ્છી ભરેલ ટેમ્પો અચાનક પલટી જતા દોડધામ, લોકોએ મચ્છીની ચલાવી લૂંટ

અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ગોડાદરા ગામ તરફ જઈ રહેલો મચ્છી ભરેલ એક ટેમ્પો અચાનક પલટી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

New Update
fish lut
અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં ગોડાદરા ગામ તરફ જઈ રહેલો મચ્છી ભરેલ એક ટેમ્પો અચાનક પલટી જતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

અકસ્માત ભૂલી લોકો મચ્છી લેવા તૂટી પડ્યા

ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો.અકસ્માત બાદ ટેમ્પામાં ભરેલી મચ્છી રોડ પર વિખેરાઈ જતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ રોડ પર પડેલી મચ્છીની લૂંટ પણ કરી હતી. સદનસીબે આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
Latest Stories