New Update
અંકલેશ્વરના ધંતુરીયા ગામનો બનાવ
શેરડી ભરેલ ટ્રેકટર પલટી ગયું
ટ્રેકટર ચાલકનો બચાવ
યોગ્ય રીતે ડાયવર્ઝન ન બનાવાયુ હોવાના આક્ષેપ
સ્થાનિકોનો વિરોધ
અંકલેશ્વરના ધંતુરીયા–કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરના ધંતુરીયા–કોયલી માર્ગ પર આજે શેરડી ભરેલ એક ટ્રેક્ટર અચાનક પલટી મારી જતા દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. તંત્ર દ્વારા નાળાની કામગીરી ચાલી રહી હોવાથી માર્ગ પર વાહન વ્યવહાર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જોકે આ ડાયવર્ઝન પરથી પસાર થતી વખતે શેરડી ભરેલ ટ્રેક્ટર સંતુલન ગુમાવી પલટી મારી ગયું હતું. અકસ્માત થતાં આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સ્થાનિક લોકોએ આ ઘટનાને લઈને કોન્ટ્રાકટર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમનો આક્ષેપ છે કે નાળાની કામગીરી માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન યોગ્ય રીતે તૈયાર કરવામાં આવ્યું નહોતું લેવલિંગ ન કરવાના કારણે આ પ્રકારના બનાવો બને છે.ખેડૂતો મોંઘા બિયારણ લાવી ખેતી પકવે છે પરંતુ આ રીતે તેમનો પાક નષ્ટ થાય છે ત્યારે યોગ્ય રીતે ડાયવર્ઝન બનાવવામાં આવે એવી માંગ ઉઠી છે.
Latest Stories