/connect-gujarat/media/media_files/2025/04/13/E8XCxve8m4bqFJCZmDv9.jpg)
અંકલેશ્વરમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસે બાપુનગર વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં અચાનક જ આગ ફાટી નીકળતી હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.આ દ્રશ્યો જોતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને તેઓએ જાતે જ પાણીનો મારો ચલાવી પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ નેશનલ હાઇવે નંબર 48ને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે અંકલેશ્વરમાં ઉનાળામાં આગ લાગવાના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.