અંકલેશ્વર: એશિયાડ નગર નજીક પુરઝડપે જતી ટ્રકની ટકકરે હાંસોટના યુવાનનું મોત

અંકલેશ્વર હાંસોટ રોડ પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂરઝડપે જતી ટ્રકની ટકકરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી

New Update
  • અંકલેશ્વર-હાંસોટ રોડ પર અકસ્માત

  • એશિયાડ નગર નજીક અકસ્માત સર્જાયો

  • ટ્રકની ટકકરે બાઈક સવાર યુવાનનું મોત

  • અન્ય એક યુવાનને ઇજા

  • એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર હાંસોટ રોડ પર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂરઝડપે જતી ટ્રકની ટકકરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને ઇજા પહોંચી હતી
અંકલેશ્વર હાંસોટ રોડ પર અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હાંસોટના રામનગરમાં રહેતા 25 વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઈક પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન એશિયાડ નગર નજીક પુરઝડપે જતી ટ્રકના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા. આ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પ્રશાંત મિસ્ત્રીને પગના ભાગે ઈજા પહોંચી હતી. આ અંગેની જાણ થતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. તો બીજી તરફ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.એ ડિવિઝન પોલીસે  ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

આ કાર્યક્રમ સમાજના સર્વે માટે ફ્રી છે તો સર્વે ને લાભ લેવા Gana ગ્રુપ તરફથી હાર્દિક નિમંત્રણ છે

Advertisment

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment