New Update
/connect-gujarat/media/media_files/2025/03/30/k4eaBwTh34emESSZJA4H.jpg)
અંકલેશ્વર તરફના કિનારે નર્મદા નદીના પટમાં એક કાર ફસાઇ હોવાની ઘટના સામે આવી છે. નદીના પટમાં પાણીનું સ્તર વધતાં કાર ફસાઇ ગઇ હતી.
એક કારચાલક નર્મદા નદીના પટમાં કાર લઇ ગયો હતો ત્યારે જ અચાનક જ જળસ્તર વધતાં મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો.
નર્મદા નદી પરના ગોલ્ડન બ્રીજ નીચે અંક્લેશ્વર તરફના કિનારે પાણીમાં કાર ઉતારવામાં આવી હતી. યુવાને ફિલ્મી દૃશ્યપના અનુકરણમાં કાર નદીમાં ઉતારી હતી પણ અહીંની કિનારાની કાંપવાળી જમીનમાં કારના પૈડાં ખુંપી ગયા હતા. કારને કીચડમાંથી બહારકાઢવામાં આવે તે પહેલા ભરતીની શરૂઆત થઇ હતી.નર્મદામાં ભરતીના પાણી ચઢવાનું શરૂ થઇ જતાં કાર પાણીમાં તણાય તેવો ભય ઉભો થયો હતો.જોતજોતામાં ભરતીમાં પાણી ભરાઇ ગયા હતા અને કાર પાણી વચ્ચે જ ફસાઈ ગઈ હતી.કારચાલક કિનારે પહોંચી ગયો હતો.પાણી ઓસર્યા બાદ મહામહેનતે કારને બહાર કાઢવામાં આવી હતી.