New Update
/connect-gujarat/media/media_files/2024/11/01/SqdUUG41ZW9bSZ00I31x.jpg)
અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આશિયાના હોટલ સામે તું કેમ મારી સામે આંખો કાઢે છે કહી યુવાન ઉપર દાતરડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
અંકલેશ્વરના પાનોલી ગામના જુમ્મા મસ્જીદ પાસે લાખી ફળિયામાં રહેતા સાહિદ ઈસ્માઈલ હાટીયા ગત તારીખ-૩૧ ઓક્ટોબરના રોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા તેઓ આશિયાના હોટલ સામે ઉભા હતા તે સમયે આસિફ સુલેમાન બેમાત ત્યાંથી પસાર થતા સાહીદે તેની સામે જોતા " તું કેમ મારી સામે આંખો કાઢે છે તું ગામનો દાદો થઇ ગયો છે", અગાઉ ઈદ સમયે બકરા બાબતે ઝઘડો કર્યો હતો તેમ કહી અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી તેના હાથમાં રહેલ દાતરડા વડે માથા અને ખભાના ભાગે હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયો હતો.
આ તરફ ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મારામારી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories