અંકલેશ્વર: AAP દ્વારા જીપીસીબીને આવેદનપત્ર પાઠવાયું, જળ-હવા પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ

અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિતંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું

New Update
  • ભરૂચ આપ દ્વારા વિરોધ

  • જીપીસીબી કચેરી ખાતે વિરોધ

  • રિજયોનલ ઓફિસરને કરાય રજુઆત

  • હવા-જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ

  • જવાબદારો સામે કડક પગલાં ભરવા માંગ

અંકલેશ્વરમાં હવા અને જળ પ્રદુષણે માઝા મૂકી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિતંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીને આવેદનપત્ર પાઠવાયું હતું
અંકલેશ્વરમાં વધતા પ્રદૂષણને લઈ ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ભરુચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવોના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓનો ધ્યાને લઈ આપ ધ્વારા રજુઆત કરવામાં આવી હતી.હવા અને પાણીના વધતા પ્રદુષણના કારણે AQIમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદુષણ ફેલાવતા તત્વો સામે કડક પગલા ભરવાની આપ દ્વારા માંગ કરવામાં આવી છે.આ અંગે અંકલેશ્વર જી.પી.સી.બીના રિજયોનલ ઓફિસે જિગ્નાશા ઓઝાએ જણાવ્યું  હતું કે આ બાબતે સતત મોનિટરીંગ કરવામાં આવશે.
Latest Stories