અંકલેશ્વર: હાંસોટના ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

New Update
aa

ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

ભરૂચના હાંસોટ પંથકમાં માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે.હાંસોટના સાહોલથી સુરતના કોસંબાને જોડતા માર્ગ પર ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકના કુડચે કડચા ઉડી ગયા હતા. અકસ્માતમાં બાઇક સવારે બે યુવાનોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જે પૈકી એક યુવાન તો મૃતદેહ પણ ક્ષતવિક્ષત હાલતમાં થઈ ગયો હતો. હાંસોટના નવા ઓભા ગામના યુવાનો ધવલ વસાવા અને ટેંગો વસાવા નોકરીએ જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. હાંસોટ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories