અંકલેશ્વર: આવકાર કંપનીમાંથી રૂ.5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં 5 આરોપીઓની ધરપકડ

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

અંકલેશ્વરમાંથી ઝડપાયો ડ્રગ્સનો કારોબાર

રૂ.5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું

518 કિલો કોકેઇનનો જથ્થો ઝડપાયો

5 આરોપીઓની ધરપકડ

આરોપીઓને દિલ્હી લઈ જવાશે

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ નામની કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડની કિંમતનું 518 કિલો કોકેઇન ઝડપાવાના મામલામાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ દ્વારા કંપનીના ત્રણ ડિરેક્ટરો સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.પોલીસે મોડી રાત્રે કંપનીના ડિરેક્ટરો અશ્વિન રામાણી, બ્રિજેશ કોથીયા, વિજય ભેસાણીયાની ધરપકડની ધરપકડ કરી હતી.આ ઉપરાંત અન્ય 2 કેમિસ્ટ મયુર દેસલે અને અમિત મૈસુરીયાની પણ ધરપકડ કરવામાં આવી છે. દીલ્હી પોલીસ દ્વારા દિલ્હીમાંથી ઝડપાયેલ ડ્રગ્સના મામલાની તપાસમાં અંકલેશ્વરને આવકાર ફાર્મા કંપનીમાંથી કેટલુક મટીરીયલ મોકલાયું હોવાનું બહાર આવ્યું હતું જેના આધારે ગુજરાત અને દિલ્હી પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જીવન રક્ષક દવાઓની આડમાં ડ્રગ બનાવતી કંપની ઝડપાઈ હતી. રૂપિયા પાંચ હજાર કરોડનું ડ્રગસ ઝડપતા મચી જવા પામ્યો છે.આ મામલામાં અંકલેશ્વરમાં કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં જે ગુનો નોંધાયો છે એ ગુનામાં જ આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.અંકલેશ્વર કોર્ટમાં ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડ મેળવ્યા બાદ દિલ્હી લઈ જવામાં આવશે

#Bharuch #CGNews #Ankleshwar #5 accused arrested #drugs #cocaine #AAVKAR DRUGS PVT
Here are a few more articles:
Read the Next Article