અંકલેશ્વરના પાનોલીનો ચકચારી બનાવ
એક ગામમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ
પાડોશમાં રહેતા નરાધમનું શરમજનક કૃત્ય
વેફર અપાવવાના બહાને બાળકીને લઈ ગયો
પોલીસે નરાધમની કરી ધરપકડ
અંકલેશ્વરના પાનોલીમાં 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે પાનોલી પોલીસ મથકની હદમાં આવેલ એક ગામમાં ઘરના આંગણામાં રમતી 10 મહિનાની બાળકી પાડોશીની હવસનો શિકાર બની હતી.બાળકીની પાડોશમાં જ રહેતો 30 વર્ષીય દિપક લાલબાબુ સિંગ બાળકીને વેફર અપાવવાના બહાને લઈ ગયો હતો અને અંધારી જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરી બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. બાળકીને ગુપ્તાંગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેના પગલે લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બનાવ અંગે પાનોલી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બળાત્કારી પાડોશીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માત્ર 10 જ મહિનાની બાળકી સાથે શારીરીક અડપલાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે આ મામલે પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે