અંકલેશ્વર : ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન સમારંભ યોજાયો,મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.        

New Update
  • ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

  • ભડકોદ્રા ભાજપ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • મંત્રી ઈશ્વરસિંહ પટેલની વિશેષ ઉપસ્થિતિ

  • ઈશ્વરસિંહ પટેલને સન્માનિત કરાયા

  • ભાજપના હોદ્દેદારો,કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં રાજ્યના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  

અંકલેશ્વર તાલુકાનાં ભડકોદ્રા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાગીણી સિનેમા ખાતે દિવાળી સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ  જિલ્લા પંચાયતમાં આવતા તમામ ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.આ પ્રસંગે ગુજરાત રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.તાલુકા પ્રમુખ ચંદ્રેશ પટેલ,નીતિન દેવધરા,વૈકુંઠ પટેલ,રાકેશ પટેલનોટિફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા,જશુ ચૌધરી,સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories