New Update
ભરૂચના હાંસોટના ઇલાવ ગામે આયોજન
ભાજપ દ્વારા આયોજન કરાયુ
સ્નેહમિલન સમારોહ યોજાયો
મંત્રી ઇશ્વરસિંહ પટેલનું કરાયુ સન્માન
ગ્રામજનો રહ્યા ઉપસ્થિત
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમા રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું
ભરૂચના હાંસોટ તાલુકાના આવેલા ઇલાવ ગામે ભાજપ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં જ મંત્રીમંડળમાં સ્થાન મળવા બદલ ગ્રામજનો દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. હાંસોટ જિલ્લા પંચાયત બેઠકના આ સ્નેહમિલન સમારોહમાં હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતા પટેલ, મહામંત્રી વિનોદ પટેલ, પંડવાઈ સુગરના ડિરેક્ટર અનિલ પટેલ, હર્ષદ પટેલ, વનરાજસિંહ પટેલ,અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.હાંસોટ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતાબાલોતા,ધમરાડ,બોલાવ,
અભેટા,આંકલવા,દાંતરાઈ,છીલોદ્રા, કંટીયાળજાળ,વઘવાણ,વમલેશ્વર,કતપોર,બોવ,પા રડી અને વાંસનોલી ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સ્વરછ ભારત અભિયાન અંતર્ગત સ્વ.સી.કે.પટેલ પરિવાર દ્વારા ઇલાવ ગામના ગ્રામજનોને 1400 ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇશ્વરસિંહ પટેલે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહેલ વિકાસલક્ષી કામગીરી અને વિવિધ યોજનાઓની વિગતવાર માહિતી લોકો સમક્ષ રજૂ કરી હતી.
Latest Stories