અંકલેશ્વર: પાનોલીમાં આવેલ લાયન્સ OPD સેન્ટરમાં રક્તદાન શિબિરનું કરાયુ આયોજન

લાયન પરેશ પટેલના જન્મ દિન નિમિત્તે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ ઓ.પી.ડી.સેન્ટર ખાતે કેક કટિંગ સહીત રક્તદાન કેમ્પ યોજાયો જેમાં લાયન્સ કલબના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું

New Update
  • અંકલેશ્વરના પાનોલીમાં યોજાયો કાર્યક્રમ

  • લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિર યોજાય

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્ત એકત્રિત કર્યું

  • ડીસ્ટ્રીક્ટ ગવર્નરના જન્મદિવસની ઉજવણી

  • હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ ઓ.પી.ડી.સેન્ટર ખાતે લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું 
લાયન્સ ક્લબની રીજીયન ૧ની તમામ ક્લબ તેમજ કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે લાયન્સ ઇન્ટર નેશનલ ડીસ્ટ્રીક્ટ ગવર્નર લાયન પરેશ પટેલના જન્મ દિન નિમિત્તે પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ લાયન્સ ઓ.પી.ડી.સેન્ટર ખાતે કેક કટિંગ સહીત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં લાયન્સ કલબના સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.આ કાર્યક્રમમાં અંકલેશ્વર લાયન્સ ક્લબના પ્રમુખ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories