ભરૂચ નજીક અંકલેશ્વર તરફ નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં વિકૃત હાલતમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે સ્થાનિક નાવિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા તેઓ અને તેમની ટીમ સ્થળ પર પહોચી મૃતદેહ જોઈ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.
ત્યારે અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહને તપાસતા બેંક ઓફ બરોડાનો ATM કાર્ડ તેમજ સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ સાથે જ અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેના વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.