ઘરફોડ ચોરીની ઘટનાઓ બાદ હવે કારની પણ ચોરી
કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી
મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કારને ઉઠાવી તસ્કરો ફરાર
તસ્કરોની તમામ કરતૂત સોસાયટીના CCTVમાં કેદ થઈ
તસ્કરોનું પગેરું મેળવવા માટે GIDC પોલીસની કવાયત
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે.
જેમાં ઘરફોડ ચોરીની અવારનવાર બનતી ઘટનાઓથી પોલીસ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, ત્યારે હવે આખેઆખી કાર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના કાપોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી 2 અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.
જોકે, તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે, અને ત્યાર બાદ કારને હંકારવાનો પ્રયાસ કરતાં એક ક્ષણે કાર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાય છે, ત્યારે હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર બન્ને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.