અંકલેશ્વર : કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

 તસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, તસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છે

New Update

ઘરફોડ ચોરીની ઘટનાઓ બાદ હવે કારની પણ ચોરી

કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીમાંથી કારની ચોરી

મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કારને ઉઠાવી તસ્કરો ફરાર

તસ્કરોની તમામ કરતૂત સોસાયટીના CCTVમાં કેદ થઈ

તસ્કરોનું પગેરું મેળવવા માટે GIDC પોલીસની કવાયત

 ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામની અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ડર રહ્યો ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટના સામે આવી રહી છે.

જેમાં ઘરફોડ ચોરીની અવારનવાર બનતી ઘટનાઓથી પોલીસ પેટ્રોલીંગની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છેત્યારે હવે આખેઆખી કાર ચોરીની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસારઅંકલેશ્વરના કાપોદ્રા ગ્રામ્ય વિસ્તારમાં આવેલી અંબેવેલી સોસાયટીના મકાનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારની ચોરી કરી 2 અજાણ્યા તસ્કરો ફરાર થઈ ગયા હતા.

જોકેતસ્કરોની તમામ કરતૂત સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કેતસ્કરોએ મકાનના કમ્પાઉન્ડનો ગેટ ખોલી કારને બહાર કાઢે છેઅને ત્યાર બાદ કારને હંકારવાનો પ્રયાસ કરતાં એક ક્ષણે કાર મકાનની કમ્પાઉન્ડ વોલ સાથે ભટકાય છેત્યારે હાલ તો અંકલેશ્વર GIDC પોલીસે ફરિયાદ નોંધી કારની ચોરી કરનાર બન્ને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

#CCTV #Ankleshwar police #Theft CCTV #Ankleshwar Chori CCTV #Kapodra village #Car Theft #Bharuch Chori CCTV #ચોરી #તસ્કરો #અંકલેશ્વર ચોરી #કાપોદ્રા ગામ #તસ્કરોનો તરખાટ
Here are a few more articles:
Read the Next Article