New Update
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના અનેક બનાવો બને છે ત્યારે આજે ફરી એકવાર આગ લાગવાનો વધુ એક બનાવ બન્યો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ કનોડીયા કેમિકલ કંપની નજીક ઘન કચરામાં આગ લાગી હતી. જેના પગલે ધુમાડા નજરે પડ્યા હતા.આ અંગેની જાણ થતાની સાથે જ નોટિફાઇડ એરીયા ઓર્થોરીટી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કોઈક બેજવાબદાર ઉદ્યોગ દ્વારા કેમિકલ વેસ્ટનો નિકાલ કરવા માટે તેને સળગાવવામાં આવ્યો હોવાની આશંકા સેવાય રહી છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.