New Update
પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું
જન આક્રોશ યાત્રાનું આયોજન
સુરત બાદ યાત્રા ભરૂચ જિલ્લામાં પ્રવેશી
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું સ્વાગત
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું અંકલેશ્વરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાનું સુરત જિલ્લામાં ભ્રમણ બાદ ભરૂચ જિલ્લામાં પ્રવેશ થયો હતો.વાલિયા ખાતે સ્વાગત અને સભા બાદ અંકલેશ્વરમાં આગમન થતા કોંગ્રેસ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોસમડી અને વાલિયા ચોકડી ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી, મહિલા નેતા મુમતાઝ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આગેવાન શેરખાન પઠાણ સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
જનસભાને સંબોધતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર બેફામ બન્યો છે અને ભાજપ સરકાર જનતાની સમસ્યાઓ તરફ આખ આડા કાન કરી રહી છે.અમિત ચાવડાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “આવનારા સમયમાં એક-એક ભ્રષ્ટાચારીઓને જેલના સળીયા પાછળ મોકલવામાં આવશે.” તેમણે કહ્યું કે જન આક્રોશ યાત્રા જનતાનો અવાજ બનીને રાજ્યભરમાં ભ્રષ્ટાચાર સામે લડત આપશે.આ યાત્રા આજરોજ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે
Latest Stories