અંકલેશ્વર: GIDCમાં કોસમડી નજીક ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર વહ્યુ, સ્થાનિકોને મુશ્કેલી

અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં ગંદકીના દ્રશ્યો

  • ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટર ઉભરાય

  • ગંદકીના કારણે વેપારીઓ-સ્થાનિકો પરેશાન

  • નોટીફાઈડ એરિયા ઓથો.સાફ સફાઈ કરાવે એવી માંગ

  • ગંદકીના કારણે ગ્રાહકો આવતા બંધ થયા !

Advertisment
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળતા સ્થાનિકો સાથે દુકાનદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી નજીક આવેલ ઉમંગ શોપિંગ સેન્ટર બહાર છેલ્લા ઘણા સમયથી ગટરનું દૂષિત પાણી માર્ગ પર ફરી વળે છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શોપિંગ સેન્ટરમાં અનેક દુકાનો આવેલી છે ત્યારે વેપારીઓ પણ દૂષિત પાણીના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે દુકાન માલિકના જણાવ્યા અનુસાર દૂષિત પાણી માર્ગ પર વહેતા ગ્રાહકો આવતા નથી જેના કારણે તેમના ધંધા રોજગાર પર પણ અસર પડી રહી છે ત્યારે આ બાબતે નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા વહેલી તકે સાફ-સફાઈ કરાવવામાં આવે એવી તેવો દ્વારા માંગ કરવામાં આવી છે.
Latest Stories