અંકલેશ્વરમાં જુના નેશનલ હાઇવેનો બનાવ
બાપુનગર નજીક દૂષિત પાણી માર્ગ પર ફરી વળ્યા
માર્ગ ચીકણો થતા વાહનો સ્લીપ થયા
અનેક વાહનચાલકો ઇજાગ્રસ્ત
સમસ્યાના નિરાકરણની માંગ
ભરૂચથી અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.જુના નેશનલ હાઇવે નંબર 8 પર બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેના કારણે અહીંથી પસાર થતાં અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાય છે. પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે જેના કારણે બાઇક સવારને ઈજા પણ પહોંચે છે.આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે.અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી પર રોજના સેંકડો વહનચાલકો પસાર થાય છે જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે