અંક્લેશ્વર: ધંધાકીય લેતીદેતીમાંકોન્ટ્રાક્ટરનું અપહરણ, 10 આરોપીની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે.

New Update
a

અંક્લેશ્વરના કોસમડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલ ત્રણ ઈસમો કલરકામના કોન્ટ્રકટરનું કાર સાથે લુંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામી હતી જો કે પોલીસે ગણતરીના કલાકોમાં 10 જેટલા અપહરણકારોને ઝડપી પાડ્યા હતા 

અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાં આવેલ ગણેશ પાર્ક-3માં રહેતા રૂપાદેવી શોભીતના પતિ અનરજીત શોભીત કલરકામનો કોન્ટ્રાક્ટર ચલાવે છે. જેઓ ગત તારીખ-૨૧મી સપ્ટેમ્બરના રોજ અંક્લેશ્વરના કોસમડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના  સમયે ગયા હતા તે દરમિયાન સ્કોર્પીયો ગાડીમાં આવેલ અજાણ્યા ત્રણ ઈસમો કોન્ટ્રાક્ટર કલરકામનો કોન્ટ્રાક્ટરનું કાર સાથે અપહરણ કરી ગયા હતા.અપહરણ અને લુંટની ઘટના અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ પી.આઈ આર.એચ.વાળા અને તેઓની ટીમે અપહરણ કરેલ કોન્ટ્રકટરને મુક્ત કરાવી લુંટમાં ગયેલ કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દિપકકુમાર  રમેશભાઈ પટેલ,મહેશ અબુભાઈ વસાવા,પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી,કરણસિંહ લોટનસિંહ ગિરાસે,ભૌતીક હરેશભાઈ લુણાગરીયા અને જમીર સાબીર મલેક,ચિરાગ  પટેલ તેમજ વિપુલ બાબુભાઈ ભાદાણી,મિતુલ કાંતિભાઈ ડોબારીયા,જગદિશ વિઠ્ઠલભાઈ દોમાડીયાને ઝડપી પાડ્યો હતો. ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે
Latest Stories