અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે હાઇવે પર અંદાડા નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ

વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો

Bharuch LCb
New Update
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી અંદાડા ગામ તરફ જવાના કટ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપરથી અંદાડા ગામ તરફ જવાના કટ પાસે વિદેશી દારૂનો જથ્થો લઇ એક ઇસમ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૭૦ નંગ બોટલ અને ફોન મળી કુલ ૧૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અંદાડા ગામના ઇન્દિરા આવાસમાં રહેતો મહેબુબખાન મહેમુદ ખાનને ઝડપી પાડ્યો હતો.
#Bharuch Police #અંદાડા ગામ #વિદેશી દારૂનો જથ્થો #ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ #Bharuch Crime Branch #Andada Village #Bharuch foreign liquor Seized #વિદેશી દારૂ
Here are a few more articles:
Read the Next Article