New Update
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા
ચોરી કરનાર આરોપીઓની કરી ધરપકડ
અંકલેશ્વરમાંથી 2 સગા ભાઈઓ ઝડપાયા
કંપનીઓમાં ચોરીના ગુનાને આપતા હતા અંજામ
પટેલ નગર ઝુંપડપટ્ટીમાંથી ઝડપાયા
ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની બે કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ બે સગાભાઈઓને પટેલ નગર ઝૂપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યા હતા ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડપટ્ટીમાં ફરી રહ્યા છે.
જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શૈલેશ રણજીત રાઠવા તેમજ જીગ્નેશ રણજીત રાઠવાને ઝડપી પાડ્યો હતો જેઓ બંનેની પુછપરછ કરતા તેઓએ ત્રણ મહિના પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની ભાવિક મશીનરી અને પ્રિન્સ એન્જીનીયરીંગ કંપનીમાં નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ કંપની ખાતે રહેતો દિનેશ ઉર્ફે ધીરુ મગન વસાવા સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.