અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે મીરા નગરમાં ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, રૂ.1.63 લાખના મુદ્દામાલ સાથે 10 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ  અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારી ઝડપાયા હતા.પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી રૂ.1.63 લાખનો મુદ્દામાલકબ્જે કર્યો હતો.

New Update
A
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ  અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર-૭૨ માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન  માણસો બહારથી બોલાવી ભેગા કરી આર્થીક ફાયદા માટે રૂપિયાથી પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમી રમાડે છે જેના આધારે દરોડા પાડતા જુગાર રમતા 10 જુગારી ઝડપાયા હતા.પોલીસે તેઓ પાસેથી રોકડ તેમજ મોબાઈલ મળી રૂ.1.63 લાખનો મુદ્દામાલકબ્જે કર્યો હતો.

ઝડપાયેલ આરોપીઓના નામ

(૧) અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન ઉ.વ. ૩૮ રહે, મ.નં. ૧૦૪ સાઈ ગોલ્ડન એપાર્ટમેન્ટ એસ.એ. મોટર્સ સામે જુના ને.હા.નંબર-૦૮ ઉપર અંકલેશ્વર તા-અંક્લેશ્વર જી- ભરૂચ
(૨) સુરજસીંગ હરજીતસીંગ જાતે સીંગ ઉ.વ.૨૭ રહે, પ્લોટ નંબર- ૧૨૪, મીરાનગર સારંગપુર તા- અંક્લેશ્વર જી- ભરૂચ
(૩) રજનીશસીંગ અજયકુમારસીંગ જાતે સીંગ ઉ.વ. ૨૪ રહે, મ.નં. ૪૩૪, આલીશાન સીટી જીતાલી તા-અંક્લેશ્વર જી- ભરૂચ મુળ રહે ચંદોવપુર તા-માંઝી જી-છપરા (બિહાર)
(૪) રાજેશ ચંદ્રસિંહ જોહરે (મોચી) ઉ.વ. ૪૪ હાલ રહે, ૫૯, ગીરીરાજ સોસાયટી મહાદેવ હોટલ પાછળ ને.હા.નંબર- ૪૮ અંદાડા તા-અંક્લેશ્વર જી- ભરૂચ
(૫) વિશાલ બ્રીજમાન યાદવ ઉ.વ. ૨૬ રહે, મ.નં. ૮૩ સમતા સોસાયટી સારંગપુર તા-અંક્લેશ્વર જી- ભરૂચ
(૬) સુભાષ શીવચંદ્ર યાદવ ઉ.વ. ૨૭ રહે, ૧૦૧. મીરાનગર રાજપીપલા રોડ સારંગપુર તા- અંક્લેશ્વર જી- ભરૂચ
(૭) મુકેશકુમાર નવલકિશોર મંડલ ઉ.વ. ૨૫ હાલ રહે, લક્ષ્મણ નગર સારંગપુર તા-અંક્લેશ્વર જી- ભરૂચ મુળ રહે, દિગીકિશનપુર તા-મસુધનપુર જી-ભાગલપુર (બિહાર)
(૮) સુનીલ દ્વારકા વિશ્વકર્મા ઉ.વ. ૩૬ હાલ રહે, પ્લોટ નંબર- ૬૭ મીરાનગર રાધે પાલના મકાનમાં સારંગપુર તા-અંક્લેશ્વર જી- ભરૂચ મુળ રહે, સનદગ પો.સ્ટ- રંકા જી-ગઢવા (ઝારખંડ)
(૯) બબલુકુમાર નરેશભાઇ મંડલ ઉ.વ. ૨૮ રહે, મ.નં. ૧૯૮, મારૂતીધામ-૦ર સારંગપુર તા-અંક્લેશ્વર જી- ભરૂચ મુળ રહે, મમલખા તા-સબોર જી-ભાગલપુર (બિહાર)
(૧૦) અવિનાશકુમાર મોહનરાય જાતે રાય ઉ.વ. ૩૨ રહે, મ.નં. ૬૭, મીરાનગર સારંગપુર તા- અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે, બિંદુપુર વોર્ડ નંબર-૧૩ તા-બિદુપુર જી-વૈશાલી (બિહાર)