અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાશે,ટ્રાફિકજામની વકરી રહી છે સમસ્યા

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.

New Update

અંકલેશ્વર જીઆઈડીસીમાં ટ્રાફિકજામની સમસ્યા

રહેણાંક વિસ્તારોમાં થાય છે ટ્રાફિકજામ

અનેક વાહનો અટવાય છે

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા કરાશે કાર્યવાહી

દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાશે

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના નિરાકરણ માટે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત એવી અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ખાસ કરીને શનિ અને રવિવારના રોજ ટ્રાફિકજામના કારણે અનેક વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે.
શનિવારી બજારના કારણે જીઆઇડીસીના મુખ્ય માર્ગો પર વાહનોની કતાર લાગે છે ત્યારે આ અંગેની ફરિયાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળને મળતા ઉદ્યોગ મંડળ દ્વારા આગામી દિવસોમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શનિવારી બજારમાં તેમજ અન્ય દિવસોમાં પણ મુખ્ય માર્ગને ઉભા કરાયેલા હટાવવામાં આવશે અને માર્ગ ખુલ્લો કરાશે જેનાથી ટ્રાફિક જામની સમસ્યા પર અંકુશ મેળવાશે તેવો આશાવાદ સેવાય રહ્યો છે..
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા નદીમાં 5 યુવાનો ભરતીના પાણીમાં ફસાતા સ્થાનિક નાવિકોએ જીવ બચાવ્યો, બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા

New Update
  • અંકલેશ્વર નજીક નર્મદા નદીનો બનાવ

  • નર્મદા નદીમાં 5 યુવાનો ફસાયા

  • ભરતીના પાણીમાં ફસાયા

  • સ્થાનિક નાવિકોએ બચાવ્યો જીવ

  • બોટમાં કરી રહ્યા હતા ધીંગામસ્તી

અંકલેશ્વર તરફ નર્મદા નદીના કિનારે પાંચ જેટલા યુવાનોને સેલ્ફી અને ધીંગા મસ્તી કરવી ભારે પડી હતી અચાનક જ ભરતીના પાણી ફરી વળતા 5 જેટલા યુવાનો ફસાયા હતા જેમને સ્થાનિક નાવિકોએ બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાના કિસ્સા યથાવત છે ત્યારે કેટલાક યુવાનોની જોખમી સેલ્ફી અને ધીંગા મસ્તીનો બનાવ સામે આવ્યો છે. રવિવારની સાંજે કેટલા યુવાનો નર્મદા નદી કિનારે અંકલેશ્વર તરફ પહોંચ્યા હતા જ્યાં લંગારેલી બોટમાં તેઓ સેલ્ફી અને ધીંગામસ્તી કરી રહ્યા હતા. જો કે ભરતીના પાણી આવતા બોટ પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી અને યુવાનોના પણ જીવ પડીકે બંધાઈ ગયા હતા.

આ અંગેની જાણ થતાં જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ અન્ય નાવિકોને જાણ કરતા તેઓ પહોંચ્યા હતા અને નાવિકોએ નદીના પાણીમાં તરી નાવડી સાથે 5 જેટલા યુવાનોને બહાર કાઢી તેમનો જીવ બચાવ્યો હતો. આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે  નર્મદા નદીના ગોલ્ડન બ્રિજના અંકલેશ્વર તરફ રવિવાર અને રજા સહિતના દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે છતાં તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવતી નથી ત્યારે મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે.