New Update
અંકલેશ્વરમાં હિન્દૂ ધર્મ સેના દ્વારા રજુઆત
પ્રાંત અધિકારીને કરવામાં આવી રજુઆત
જોગર્સ પાર્કનું નામ બદલવા કરાય માંગ
સત્તાવાર નામ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માંગ કરાય
આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્કનું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
અંકલેશ્વર અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યા અનુસાર ગત 4 જાન્યુઆરી 2025 ના રોજ કેન્દ્રીય મંત્રી અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા જોગર્સપાર્ક ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકનું અનાવરણ કર્યું હતું. જે બાદ વિવિધ સંતો અને મહંતો દ્વારા જોગર્સપાર્કનું નામ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક કરવા માટે અપીલ કરી નવું નામ શ્રી શિવાજી પાર્ક જાહેર કર્યું હતું જેને સત્તાવાર હજુ સુધી નોટીફાઈડ વિભાગ દ્વારા કરવામાં આવ્યું નથી.જેને ધ્યાને લઇ નોટીફાઈડ વિભાગ અને તેમજ એ.આઈ.એ દ્વારા સત્તાવાર રીતે જોગર્સપાર્કનું નામ બદલી શ્રી છત્રપતિ શિવાજી પાર્ક તરીકે જાહેર કરવા હિન્દૂ ધર્મ સેના દ્વારા માંગ કરવામાં આવી છે.