New Update
રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેના માતૃશ્રીનું નિધન
વતન કુડાદરા ખાતે પ્રાર્થના સભા યોજાય
ડે.સી.એમ.હર્ષ સંઘવીએ આપી શ્રદ્ધાંજલિ
5 હજાર ચંદનના છોડનું વિતરણ
અનેક આગેવાનો રહ્યા ઉપસ્થિત
રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના માતૃશ્રીનું નિધન થતા આજરોજ તેમના વતન ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના માતૃશ્રી શાંતાબહેન પટેલનું 95 વર્ષની વયે નિધન થતા પરિવાર દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વતન હાંસોટ તાલુકાના કુડાદરા ખાતે યોજાયેલી આ પ્રાર્થના સભામાં રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાર્થના સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી અને મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા તેમના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તેમણે સ્વ. શાંતાબહેન પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના સેવાભાવપૂર્ણ જીવનને યાદ કર્યું હતું.આ પ્રસંગે રાજ્યના અનેક ધારાસભ્યો, રાજકીય આગેવાનો તેમજ સમાજના પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
લોકોને ચંદનના છોડનું વિતરણ
પ્રાર્થના સભા દરમિયાન પટેલ પરિવાર દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતી અનોખી પહેલ કરવામાં આવી હતી. પ્રાર્થનાસભામાં હાજર રહેલા લોકોને ચંદનના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત કુલ 5 હજારથી વધુ છોડનું વિતરણ કરી પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું ઉદાહરણ રજૂ કરવામાં આવ્યું હતું.
Latest Stories