New Update
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર આઈસર ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો ભરૂચ જીલ્લા અધિક મેજીસ્ટ્રેટ દ્વારા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોના અવર જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અને જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહીની સુચના આપવામાં આવી છે.ત્યારે મંગળવારે રાતે અંક્લેશ્વરથી ભરૂચ જતા માર્ગ ઉપર આઈશર ટેમ્પો નંબર-જી.જે.૦૪.એ.ડબ્લ્યુ.૮૨૫૬નો ચાલક નર્મદામૈયા બ્રિજ ઉપરથી પસાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે વીડિયોના આધારે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં મૂળ બિહારનો ટેમ્પો ચાલક રામવીરસિંહ રામરાજીચિંહ કુરવાહાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories