New Update
/connect-gujarat/media/media_files/2025/11/28/imagesdrs-2025-11-28-08-36-19.jpeg)
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલ ઇન્ફીનીટી કંપની કે જ્યાંથી 2400 કરોડ રૂપિયાનું ડ્રગ્ઝ પકડાયું તે કંપની ફરી કેવી રીતે શરૂ થઇ.એ અંગે ભરૂચ જિલ્લા પોલીસ તપાસ બાદ હકીકત સામે લાવી છે.
પાનોલી GIDC માં ઓગસ્ટ 2022 માં NCB અને ભરૂચ SOG દ્વારા પ્લોટ નં-2924/3-4 ફેઝ-3 માં આવેલ INFINITY RESEARCH & DEVELOPMENT કંપનીમાં અલગ અલગ બે ગુનાઓ નોંધ્યા હતા.NCB દ્વારા ₹700 કરોડ અને SOG દ્વારા 1382 કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ધી નારકોટ્રીકસ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક સબસ્ટાન્સીસ એકટ તથા સ્પેશ્યલ NDPS કેસ મુજબ ગુના દાખલ કરાયા હતા.પાનોલીની કંપનીમાં ડ્રગ્સના ઉત્પાદનના આ ગુનામાં અંકલેશ્વરના ચિંતન રાજુભાઇ પાનશેરીયા, જયંત જીતેન્દ્રકુમાર તિવારી, સુરતના હરેશ ભીમજીભાઈ વાલાણી, ભરૂચના રામેન્દ્રકુમાર ગીરીરાજ કીશોર દિક્ષીત અને મુંબઈના પ્રેમપ્રકાશ પારસનાથ સિંગની ધરપકડ કરાઈ હતી. હાલ તમામ આરોપીઓ જેલમાં છે અને મુંબઇ સ્પેશીયલ કોર્ટ ખાતે તેનો કેસ ચાલુ છે.
ઇન્ફીનીટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપનીની બેન્ક ઓફ કર્ણાટકાની લોન ભરપાઈ ન થવાથી બેન્કે કંપની પોતાના હસ્તક લઇ લીધી હતી.બેન્ક ઓફ કર્ણાટકા દ્વારા કંપનીનું 4 વખત ઓક્શન રાખવામાં આવ્યું હતું. પ્રથમ ઓક્શન 26 સપ્ટેમ્બર 2023, બીજુ ઓક્શન 5 ફેબ્રુઆરી 2024, ત્રીજુ ઓક્શન 30 માર્ચ 2024 તથા ચોથું ઓક્શન 25 એપ્રિલ 2024 ના રોજ કરાઈ હતી.છેલ્લા ચોથા ઓક્શનમાં અવિનાશ દિનેશકુમાર પટેલ, ઉમંગ હસમુખભાઇ પટેલ, ધર્મા ભરતભાઇ મિસ્ત્રી અને પ્રિયંકા ચૌધરીએ હરાજીમાં આ કંપની ₹13.48 કરોડમાં ખરીદી લીધી હતી.હાલમાં આ કંપનીનું નવું નામ ઝેન્તીકા ફાર્મા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે અને દવાઓ બનાવવાનું કામ કરે છે.
Latest Stories