અંકલેશ્વર: કમોસમી વરસાદના કારણે પંડવાઈ સુગર ફેકટરીના 5.50 લાખ ટન શેરડીનું પીલાણ કાર્ય અટવાયું, 10 દિવસ બાદ શરૂ થવાની શકયતા

ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે.

New Update
  • ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ

  • ખેતીના પાકને નુકશાન

  • સુગર ફેક્ટરીઓમાં શેરડી પીલાણ અટક્યું

  • શેરડી પિલાણ કાર્ય 10 દિવસ પાછું ઠેલાયુ

  • નવી રોપણીનું કાર્ય પણ સ્થગિત

ભરૂચ જિલ્લામાં વરસાદની વરસાદના કારણે સુગર ફેક્ટરીઓમાં પીલાણ કાર્ય પણ પ્રભાવિત થયું છે ખેતરો ભીના હોવાથી શેરડી સુગર ફેક્ટરીઓ સુધી પહોંચી ન શકતા પંડવાઈ સુગર ફેક્ટરીનું 5.50 લાખ ટન શેરડી પીલાણનું કાર્ય અટવાઈ ગયું છે.
ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર-કપાસ સહિતના પાકોમાં નુકશાનની સાથે-સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે. પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે 5.50 લાખ ટન શેરડી પીલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે. સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પીલાણની શરૂઆત થતી હોય છે, પરંતુ અણધાર્યા વરસાદને કારણે ખેતરો ભીના બની જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે.ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે.આ અંગે પંડવાઈ સુગર ફેકટરીના મેનેજીંગ ડિરેકટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે  પીલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પીલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી.જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો 10 નવેમ્બર આસપાસ શેરડી પીલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે.
કમોસમી વરસાદના કારણે માત્ર પીલાણ કાર્ય જ નહીં, પણ શેરડીની નવી રોપણીનું કામ પણ વિલંબમાં પડ્યું છે, જેના કારણે ખેડૂતોને વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
Latest Stories