અંકલેશ્વરમાં ફરીવાર કોરોનાની દસ્તક
માટીએડ ગામના વૃદ્ધનું મોત
કોરોના પોઝીટિવનો આવ્યો હતો રિપોર્ટ
જયાબહેન મોદી હોસ્પિટલમાં મોત નિપજ્યું
કોવિડ સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર
અંકલેશ્વરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે અંકલેશ્વરના માટીએડ ગામ ખાતે રહેતા 60 વર્ષીય નરેશ પ્રજાપતિને કોરોનાના લક્ષણ જણાતા તેઓને તારીખ 12 મી ઓગસ્ટ 2025ના રોજ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા જ્યાં રિપોર્ટ કઢાવાતા તેમને કોરોના પોઝીટીવ હોવાનું બહાર આવ્યું હતું. વૃદ્ધ સારવાર હેઠળ હતા દરમ્યામ તામ તારીખ 17 મી ઓગસ્ટના રોજ તેમનું કોરોનાના કારણે નિધન થયું હતું આથી તેઓના મૃતદેહને નર્મદા નદી કિનારે બનાવવામાં આવેલ સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો અને સમાજીક કાર્યકર ધર્મેશ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા કોવિડ પ્રોટોકોલના આધારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધે કોરોનાની રસીના બે બુસ્ટર ડોઝ લીધા ન હતા ત્યારે ફરી એકવાર કોરોનાના કારણે મોત નિપજતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.