New Update
-
અંકલેશ્વરમાં કામગીરી શરૂ કરવામાં આવી
-
એક્સપ્રેસ વેની કામગીરી શરૂ કરાય
-
દીવા પુનગામ વચ્ચે કામગીરી શરૂ કરવામાં આવી
-
પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ
-
વળતર મુદ્દે ખેડૂતો કરી રહ્યા હતા વિરોધ
અંકલેશ્વર તાલુકાનાં જુના દિવાથી પુનગામ વચ્ચે એક્સપ્રેસ વેની કામગીરીનો ખેડૂતનાં વિરોધ વચ્ચે આજે પોલીસ બંદોબસ્ત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગામોમાંથી પસાર થતા વડોદરા મુંબઈ સુધીનાં એકસપ્રેસ વેની કામગીરી ખેડૂતોનાં વળતરના વિવાદને કારણે અમુક ભાગ પૂરતી અટવાઈ પડી હતી.આજે પોલીસ બંદોબસ્ત હેઠળ આ ઠપ કરાયેલી કામગીરીનો પ્રારંભ વહીવટી તંત્રએ કરાવ્યો હતો.કામના સ્થળ ઉપર પોલીસ, આરોગ્ય વિભાગની ટીમ,ફાયર વિભાગની ટુકડી મોજુદ હતી.જોકે દિવા ગામના અસરગ્રસ્ત ખેડૂતોએ કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો.અને યોગ્ય વળતરની માંગ કરી હતી.
વડોદરાથી સુરત તરફ જતા ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પાર કરીને પુનગામ અને જુના દીવા ગામ નજીકનો માત્ર અડધા કિમીનો ટુકડો એવો છે,જેની કામગીરી અઢી વર્ષથી અટકી પડી છે. કારણ કે સરકાર અને ખેડૂતો વચ્ચે વળતરના મુદ્દે પડેલી મડાગાંઠનો ઉકેલ આવતો નથી.ભરૂચ જિલ્લાના આમોદ, વાગરા, અંકલેશ્વર અને હાંસોટ સહિતના 32 ગામોની જમીન આ પ્રોજેક્ટમાં સંપાદન કરાઇ છે.મોટા ભાગના ખેડૂતોએ સરકારે અગાઉ નકકી કરેલી રુપિયા 350 થી 400 પ્રતિ ચો.મી વળતરના વાંધા સાથે જમીન હાઈવે નિર્માણ માટે સોંપી દીધી છે,પરંતુ પુનગામ અને જુના દિવાના ખેડૂતોએ વળતર સ્વીકાર્યું નથી.હાલમાં આખો મામલો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છે.ખેડૂતો વલસાડ, નવસારી અને બારડોલીમાં જમીનનું વળતર પ્રતિ ચો.મી રૂપિયા 800 થી 900 ચુકવવામાં આવ્યુ છે.એટલું જ ભરૂચ જિલ્લાના ખેડૂતોને મળવું જોઈએ એવી માંગણી કરી રહ્યા છે.
Latest Stories