New Update
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતેના ખેતરમાં ઢોર છોડી દેવાના મુદ્દે પશુપાલકો અને ખેડૂતો વચ્ચે ચકમક સર્જાઈ હતી. જે મુદ્દે ખેડૂતો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે ખેતરમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકસાન થઇ રહ્યું હોવાના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા.પશુપાલકો ખેતરમાં ઢોર છોડીને ખેડૂતોને નુકસાન પહોંચાડતા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા હતા.અને રખડતા ઢોરને ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતના ઢોર ડબ્બામાં પુરી દીધા હતા,જોકે ભરવાડો દ્વારા ઢોર છોડાવવાનો પ્રયાસ કર્યો હતો,આ સમય દરમિયાન ખેડૂતો અને પશુપાલકો વચ્ચે ઉગ્ર ચકમક સર્જાતા મામલો જીઆઇડીસી પોલીસ મથકમાં પહોંચ્યો હતો,અને ખેડૂતો દ્વારા પોલીસ સ્ટેશનમાં ભરવાડો સામે ફરિયાદ કરવામાં આવી હતી,જે અંગે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Latest Stories