New Update
/connect-gujarat/media/media_files/2024/12/09/5XYiffKZzn1r6F3iVXWb.png)
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે ટ્રક ચાલક આગળના ભાગે વેલ્ડીંગ કામ કરાવી રહ્યો હતો તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી.આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આગની આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.