અંકલેશ્વર: GIDCની દ્વારકાધીશ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ACમાં શોર્ટસર્કિટ થતા આગ, આગ પર કાબુ મેળવાયો

અંકલેશ્વર જીઆઇડીસી ની ગોલ્ડન પોઇન્ટ પાસે દ્વારકાધીશ રેસીડેન્સી પહેલા માળે મકાનમાં અચાનક આગ લાગી હતી.. આગને પગલે એપાર્ટમેન્ટના રહીશોના જીવ થયા અદ્ધર થયા હતા. સ

New Update
MixCollage-01-Apr-2025-10-23-PM-6675

અંકલેશ્વર જીઆઇડીસી ની ગોલ્ડન પોઇન્ટ પાસે દ્વારકાધીશ રેસીડેન્સી પહેલા માળે મકાનમાં અચાનક આગ લાગી હતી.. આગને પગલે એપાર્ટમેન્ટના રહીશોના જીવ થયા અદ્ધર થયા હતા. સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisment
અંકલેશ્વરમાં આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આગની વધુ એક ઘટના સામે આવી છે.
જીઆઇડીસીમાં આવેલ ગોલ્ડન પોઇન્ટ ચોકડી સ્થિત દ્વારકાધીશ રેસીડેન્સી પહેલા માળે મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ જોતા જ એપાર્મેન્ટના રહીશોના જીવ અધ્ધર થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો.દરમિયાન ડી.પી.એમ.સી.ની ફાયર ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને ત્વરિત અસરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થળ તપાસ કરતા એ.સી.માં શોર્ટ સર્કિટ થતા આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. આગે કાપડના પડદા પકડી લેતા આગ વધુ ફેલાઈ હતી જો કે બંધ મકાનમાં આગ ફાટી નિકળતા જાનહાની અટકી હતી
Advertisment