New Update
અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલી છે સોસાયટી
સિદ્ધિવિનાયક સોસા.માં પાણી ભરાયા
1.5ઇંચ વરસાદના પગલે પાણી ભરાઈ ગયા
ઘરવખરીને વ્યાપક નુકશાન
વર્ષો જૂની સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વર વાલિયા રોડ પર કોસમડી ગામની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદ સાથે નાળાનું પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું હતું
અંકલેશ્વરમાં ગતરોજ ખાબકેલ 1.5 ઇંચ વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વરથી વાલીયાને જોડતા રોડ પર કોસમડી ગામ નજીક આવેલ સિદ્ધિ વિનાયક સોસાયટીમાં વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા.વરસાદી પાણી રહીશોના ઘરમાં ફરી વળ્યા હતા જેમાં ઘરવખરી ડૂબી જતા જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું હતુ.આ તરફ સોસાયટીના મુખ્ય માર્ગ પર પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. આ અંગે રહીશોના જણાવ્યા અનુસાર સોસાયટી નજીક જ નાળુ આવેલું છે.આ નાળામાં થોડો પણ વરસાદ પડે એટલે પાણી ઉભરાઈ અને સોસાયટીમાં ફરી વળે છે.આ સાથે જ
ગટરનું દુષિત પાણી પણ વરસાદી પાણી સાથે મિક્સ થાય છે.સોસાયટીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યાનું નિર્માણ થાય છે ત્યારે પાણીના નિકાલી યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Latest Stories