New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયો કાર્યક્રમ
સરદાર જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
પ્રતિમાને ફુલહાર અર્પણ કરાયા
સરદાર પટેલના કાર્યોને યાદ કરાયા
આગેવાનો રહ્યા ઉપસ્થિત
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા
સરદાર વલ્લભભાઈ પટેલની આજરોજ 150મી જન્મ જયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, સરદાર પટેલ સેવા સમાજ અને ખોડલધામ પરિવાર દ્વારા સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે જીઆઇડીસીમાં આવેલ તેઓની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, આગેવાન હસમુખ દુધાત સહિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories