રિઝર્વ તળાવમાં દેખાયો મગર
તળાવ કિનારે મગરની લટાર
મોર્નિંગ વોક માટે આવતા લોકોમાં ફફડાટ
અગાઉ મગરનું બચ્ચું પાંજરે પુરાયું હતું
વન વિભાગ આવ્યું એક્શનમાં
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા તળાવમાં છેલ્લા ઘણા સમયથી મગરે વસવાટ કર્યો છે,આજરોજ સવારના સમયે મહાકાય મગર કિનારે લટાર મારીને શિકારની શોધમાં હોવાનું નજરે પડ્યું હતું,જે વિડીયો મોર્નિંગ વોક પર આવતા લોકોએ મોબાઈલમાં કેદ કર્યો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવમાં મગર જોવા મળ્યો હતો. આ તળાવ ફરતે બનાવાયેલા વોકિંગ ટ્રેક પર રોજ સવાર અને સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ચાલવા અને એક્સરસાઇઝ કરવા માટે આવે છે.આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી.મગરને પકડવા માટે તળાવમાં જાળી અને પાંજરૂ મૂકવામાં આવ્યું છે. જીઆઇડીસીના રિઝર્વ તળાવમાં ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાંથી પાણી આવે છે પરંતુ પાણીમાં કચરો ન પ્રવેશે તે માટે જાળી મુકવામાં આવી છે.ત્યારે તળાવમાં મગર આવ્યો ક્યાંથી એ તપાસનો વિષય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ તળાવમાંથી મગરનું બચ્ચું ઝડપી લેવામાં આવ્યું હતું,અને વન વિભાગ દ્વારા સુરક્ષિત સ્થાને મુક્ત કરવામાં આવ્યું હતું,ત્યારે ફરી એકવાર મગર નજરે પડતા વન વિભાગ પુનઃ એક્શનમાં આવી ગયું છે.