/connect-gujarat/media/media_files/2025/01/17/8vQlA3jCrjJhSj56bIlv.jpg)
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસે પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સીટી તરફ જવાના માર્ગ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના ખેપિયાને રૂ. 27 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રથી એક ઇસમ 2 થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઇ કોસમડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્ષ ગાર્ડન સીટી તરફ જવાના માર્ગ પર ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, અને સ્થળ પરથી બાતમીવાળા ઇસમ પાસે રહેલ વિદેશી દારૂની 35 નંગ બોટલ અને 1 ફોન મળી રૂ. 27 હજારથી વધુના મુદ્દામાલ સાથે મહારાષ્ટ્ર-નંદુરબારના નવાપુર રોડ પર પી.કે.પાટીલ સ્કુલ પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા વિશાલ પ્રકાશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.