અંકલેશ્વર: GIDC પોલીસે ચોરીની બાઈક સાથે આરોપીની કરી ધરપકડ, અન્ય ચોરીનો પણ ભેદ ઉકેલાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઈક લઇ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી...

New Update
Bike Theft Accused Arrest
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાની લારી નજીકથી ચોરીની બાઈક સાથે વાહન ચોરને ઝડપી પાડી એક વર્ષ પહેલા થયેલ અન્ય ચોરીનો પણ ભેદ ઉકેલી કાઢ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે યોગી એસ્ટેટ ચાર રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઈક લઇ ઉભેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સુરતના સીંગણપોર તાપી નદીના પાળ ઉપર ગજેરા હાઇસ્કુલ પાસે ઝુંપડીપટ્ટીમાં રહેતો મહારુ પરમારને પકડી તેની બાઈક અંગે પુછપરછ કરતા તે બાઈક વલસાડના પારડી ખાતેથી ચોરી કરી હોવા સહીત એક વર્ષ પહેલા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની પીયુષ કંપનીમાંથી તેના બનેવી તેમજ પિતરાઈ ભાઈ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી પોલીસે હાલ તો ચોરીની બાઈક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાયું

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે. રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા

New Update
y

ભરૂચ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભરૂચ શહેર દેશપ્રેમના રંગોમાં રંગાઈ ગયું છે.

Advertisment

રીમઝીમ વરસાદની મધુર ધૂન વચ્ચે શહેરના મુખ્ય માર્ગોને વહીવટી તંત્ર દ્વારા તિરંગા થીમ પર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. 

શહેરના સ્ટેશન રોડ, કોર્ટ વિસ્તાર, મુખ્ય માર્ગના સર્કલો  સહિત માર્ગો પર ત્રિરંગી લાઇટિંગ આકર્ષક સજાવટ કરાતા સાંજના સમયે આખું શહેર દેશભક્તિના રંગોથી ઝગમગી ઉઠે છે.વહીવટી તંત્રના આયોજન દ્વારા 15 ઓગસ્ટના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને અનુલક્ષીને માત્ર માર્ગો જ નહીં પરંતુ વિવિધ સરકારી કચેરીઓ પણ તિરંગામય બની ગઈ છે. નગરપાલિકા, કલેકટર કચેરી, જિલ્લા ન્યાયાલય કચેરી તેમજ અન્ય સરકારી ઇમારતો પર ત્રિરંગી લાઇટિંગ કરાતા રાત્રિના સમયે દૃશ્ય અતિ મનોહર બની રહ્યું છે.શહેરવાસીઓ માટે આ શણગાર ગૌરવ અને ઉત્સાહનો વિષય બની રહ્યો છે. વરસાદ વચ્ચે ઝળહળતા લાઇટિંગ અને દેશભક્તિજન્ય શણગારે તહેવારી માહોલને વધુ જીવંત બનાવી દીધો છે. નાના બાળકો થી લઈને વડીલ નાગરિકો સુધી, દરેક વ્યક્તિ આ શણગાર નિહાળવા માટે પોતાના ઘરોમાંથી બહાર આવી રહી છે અને મોબાઇલ કેમેરામાં આ ઝલક કેદ કરી રહી છે.